મથડાના યુવાનને   વડોદરાની યુવતી સાથે   લગ્ન કરવા ભારે પડ્યા

copy image

copy image

અંજારના મથડા ગામમાં રહેતા એક યુવાનને વડોદરાની યુવતી સાથે લગ્ન કરતાં થઈ છેતરપિંડી આ યુવતી સાથે લગ્ન કરાવી દલાલોએ   રૂા. 1,63,000 હડપ કરી જતાં ચાર મહિલા અને  સાત લોકો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી મથડા ગામે રહી ફરસાણની દુકાન ચલાવતા શખ્સે   આ બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. તેમના એકના એક દીકરાની સગાઈ થઈ ન હોવાથી તેમણે ગામમાં રહેતા વ્યક્તિને  અને તેના પત્નીને કોઈ છોકરી ધ્યાનમાં હોય તો જાણ કરવા કહ્યું હતું. બાદમાં દલાલ મહિલાએ કહ્યું વડોદરામાં એક શખ્સ છે જે સગાઈ-લગ્ન કરાવી આપશે, પણ બે લાખ રૂપિયા લેશે તેવું જણાવ્યુ હતું. થોડા દિવસ પછી ફરિયાદી અને તેમનો દીકરો  અજવા રોડ વડોદરા રહેતા શખ્સ ને મળવા ગયા હતા, ત્યાં આ શખ્સે બે યુવતી બતાવી હતી. જે માઠી સુરેન્દ્રનગરની યુવતી  ફરિયાદીના દીકરાને પસંદ આવી હતી. સગાઈ માટે હા કર્યા બાદ 20 દિવસ પછી યુવતીના ,  પિતા-માતા અને તેમના  મામા  મથડા ગામે આવ્યા હતા. જ્યાં  બંનેની સગાઈ કરવામાં આવી હતી, જેની અવેજીમાં ફરિયાદીએ રૂા.10,000 ગાડીનું ભાડુ તથા રૂા. 50,000 આપ્યા હતા. 20 દિવસ બાદ તા. 29/11/2023ના ફરિયાદી તેમના પત્ની, પુત્ર, અને દલાલી પતિ પત્ની સાથે  વડોદરા ગયા હતા. જ્યાં યુવક-યુવતીના લગ્ન કરાવાયા હતા, જેની અવેજીમાં ફરિયાદીએ રૂા. દોઢ લાખ આ આરોપીને આપી દીધા હતા.મથડા ગામે નવવધૂ આવી જ હતી, ત્યારે યુવતીના  પિતાએ તેની માતાની  તબિયત બરોબર ન હોવાનું તથા ચાર દિવસ માટે મોકલવાનું કહી અહીં મથડા આવી તેને પરત લઈ ગયા હતા, પરંતુ બાદમાં આ યુવતી પરત ન આવતાં ફરિયાદીએ વારંવાર ફોન કરવા છતાં આ યુવતી પરત આવી નહોતી. આરોપીઓએ અમુક રકમ પરત આપી દીધી હતી, પરંતુ રૂા. 1,63,000 પરત ન આપતાં આ સાતેય લોકો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.