ગાંધીધામની જી.આઈ.ડી.સી.માં શ્રમિક પર લોખંડની પ્લેટ માથાં ઉપર પડતાં શ્રમિકનું મોત
ગાંધીધામના જી.આઈ.ડી.સી.માં લોખંડની પ્લેટ માથાં ઉપર પડતાં એક શખ્સનું મોત થયું હતું ગાંધીધામમાં જી.આઈ.ડી.સી. વિસ્તાર સેક્ટર 10 ચેમ્બર ઓફ કોમર્સની બાજુમાં અક્ષય ટ્રેડિંગ નામની કંપનીમાં આ જીવલેણ બનાવ બન્યો હતો. સવારના આરસામાં અહિ કામ કરનાર શ્રમિક કંપનીમાં હતો ત્યારે ક્રેઈન લોડિંગ થઈ રહ્યું હતું. ત્યા લોખંડની એક પ્લેટ શ્રમિક ઉપર પડતા તેને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા બાદ સારવાર હેઠળ તેમનું મોત નીપજયું હતું.