નાડાપા પાસે વીજકરંટથી માદા દીપડાનું મોત
હબાય-નાડાપા વચ્ચે રાતના આરસામાંજીવતા વીજતારના કરંટ થકી માદા દીપડાનું મોત થયાના અહેવાલ મળ્યા હતા આ અંગે મળેલી વિગતો અનુસાર રાતના જે જગ્યાએ માદા દીપડાનું મોત થયું હતું ત્યાં વીજ થાંભલો જમીનથી માત્ર દોઢ ફૂટ જ દેખાતો બાકીનો ભાગ ચાઇનાકલેના ખરાબાના ઢગલાથી ભરાયેલો છે, આ ઢગલા માદા દીપડાના મોતનુંકારણ બન્યાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે. માદા દીપડાના મોતના અહેવાલ મળતાં આ અંગે દક્ષિણ ક્ષેત્રના આર.એફ.ઓ. કે. બી.નો સંપર્ક કરતાંતેમણે જણાવ્યું હતું કે, નાડાપા પાસે વીજ થાંભલા નજીક મૃત માદા દીપડાના મોઢામાં ક્તૂરાનો શિકાર હતો. આમ કૂતરાના શિકાર બાદ તે જીવતા વીજતારના સંપર્કમાં આવી જતાં વીજશોક લાગવાથી મોત થયાનું પ્રાથમિક રીતે લાગી રહ્યું છે. મોતનું સ્પષ્ટ કારણ પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ જાણવા મળશે.