Month: May 2024

એચ જેડી ઇન્સ્ટીટ્યુટ સ્પોર્ટ્સ કોલેજ ના 6 વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી વુડબોલ (નેશનલ) સ્પર્ધામાં બ્રેસ મેડલ મેળવ્યા.

ભુજ તાલુકા ના કેરા નજીક આવેલી સ્વ. કાનજી કરશન હાલાઇ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એચ.જે.ડી ઇન્સ્ટીટ્યુટ સ્પોર્ટ્સ કોલેજ ના...

ભચાઉનાં માય ગામના ખેડૂત સાથે બે શખ્સે કરી છેતરપિંડી

ભચાઉના માય ગામમાં રહેનાર ખેડૂત એ આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી  મુજબ આ આધેડે  ટ્રક લીધી હતી અને એચ.ડી.બી. ફાયનાન્સ ગાંધીધામમાંથી તેની રૂા. 12,42,000ની લોન પણ લીધી હતી. જાતે ડ્રાઇવિંગ કરનાર આ ફરિયાદીથી લોનના હપ્તા ભરાય તેમ ન હોતા આથી  તેમણે ગાડી વેચવાની  હતી. તે દરમ્યાન, મોરબીના શખ્સે  ગાડી લેવા જણાવ્યું હતું. રૂા. 13,27,028માં સોદો નક્કી થયો હતો. આ શખ્સે આઠેક દિવસ સુધી ગાડી રાખી અમને ગાડી મોંઘી પડશે તેમ કહી ગાડી પરત આપી દીધી હતી, બાદમાં પોતાના ઓળખીતા વ્યક્તિને ગાડી લેવાની વાત કરી હતી. આ વ્યક્તિ  અહીં આવતાં ગાડી જોઇ પસંદ કરી રૂા. 13,27,028માં સોદો નક્કી કરાયો હતો. ફરિયાદીને રૂા....

ભુજમાં નાણાંના મુદ્દે  મિત્રની હત્યા  

copy image ભુજમાં નાણાંના મુદ્દે મિત્ર  એ ઢીમ ઢાળ્યાનું બહાર આવ્યું છે. આ અંગે એ-ડિવિઝન પોલીસ મથકે યુવાનના ભાઇ એ  નોંધાવેલી ફરિયાદ અનુસાર  સવારેના   અરસામાં તેમને ફોન આવ્યો હતો કે, તમારો ભાઇ આશાપુરા નગરમાં આશાપુરા મંદિરની બાજુમાં આવેલી કપિલ સ્ટોરની દુકાન પાસે  લોહી લુહાણ  હાલતમાં  પડયો છે. આથી ફરિયાદી તુરંત ત્યાં પહોંચતાં અને યુવાનને  તપાસતા  તે મૃત મળતાં પોલીસને જાણ કરી હતી. મોઢાંના ભાગે બોથડ પદાર્થ લાકડાના ધોકા-પથ્થરથી માર મારી ઢીમ ઢાળ્યાનું  દેહસ્થિતિ પરથી જણાઇ આવે છે. એ-ડિવિઝન ઘટના સ્થળે પોહચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે...

વરસાણામાં લાકડાના બેન્સામાં  શખ્સ વીજશોકનો ભોગ બન્યો

copy image અંજારના વરસાણા નજીક આવેલા ચૌધરી ટિમ્બર નજીક લાકડાના બેન્સામાં  સાંજે અકસ્માત સર્જાયો હતો. બેન્સામાં કામ કરનાર મૂળ આસામનો  યુવાન  કામ કરી રહ્યો હતો તે  દરમ્યાન તેને વીજશોકનો ઝટકો લાગતાં તે લાકડા કાપવાની મશીન પર પડયો હતો જેમાં તેને ગંભીર ઇજાઓ પહોંચતાં તેને આદિપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો., જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. 

અંજારમાં જાહેરમાં આંકડા લેતા શખ્સને પોલીસે ઝડપી લીધો

copy image અંજારના ગંગા નાકા નજીક જાહેરમાં આંકડો રમનારા એક શખ્સને પોલીસે ઝડપી લીધો હતો તેની પાસેથી રોકડ રૂા. 1240 હસ્તગત કર્યા હતા. અંજારના ગંગા નાકા સર્કલ નજીક રિક્ષા સ્ટેન્ડ પાસે  શખ્સ જાહેરમાં લોકો પાસેથી આંકડો લઇ રહ્યો હતો તેવામાં અચાનક પોલીસ ત્રાટકી હતી અને આ શખ્સને ઝડપી  પાડયો હતો. તેની પાસેથી રોકડ રૂા. 1240 તથા પેન-ડાયરીનું પાનું વગેરે આંકડાનું સાહિત્ય જપ્ત કરવામાં આવ્યું હતું. આ શખ્સ કોના કહેવાથી  આંકડા લખાવતો હતો તે બહાર આવ્યું નહોતું.