અંજારમાં જાહેરમાં આંકડા લેતા શખ્સને પોલીસે ઝડપી લીધો
copy image

અંજારના ગંગા નાકા નજીક જાહેરમાં આંકડો રમનારા એક શખ્સને પોલીસે ઝડપી લીધો હતો તેની પાસેથી રોકડ રૂા. 1240 હસ્તગત કર્યા હતા. અંજારના ગંગા નાકા સર્કલ નજીક રિક્ષા સ્ટેન્ડ પાસે શખ્સ જાહેરમાં લોકો પાસેથી આંકડો લઇ રહ્યો હતો તેવામાં અચાનક પોલીસ ત્રાટકી હતી અને આ શખ્સને ઝડપી પાડયો હતો. તેની પાસેથી રોકડ રૂા. 1240 તથા પેન-ડાયરીનું પાનું વગેરે આંકડાનું સાહિત્ય જપ્ત કરવામાં આવ્યું હતું. આ શખ્સ કોના કહેવાથી આંકડા લખાવતો હતો તે બહાર આવ્યું નહોતું.