ભુજમાં નાણાંના મુદ્દે મિત્રની હત્યા
ભુજમાં નાણાંના મુદ્દે મિત્ર એ ઢીમ ઢાળ્યાનું બહાર આવ્યું છે. આ અંગે એ-ડિવિઝન પોલીસ મથકે યુવાનના ભાઇ એ નોંધાવેલી ફરિયાદ અનુસાર સવારેના અરસામાં તેમને ફોન આવ્યો હતો કે, તમારો ભાઇ આશાપુરા નગરમાં આશાપુરા મંદિરની બાજુમાં આવેલી કપિલ સ્ટોરની દુકાન પાસે લોહી લુહાણ હાલતમાં પડયો છે. આથી ફરિયાદી તુરંત ત્યાં પહોંચતાં અને યુવાનને તપાસતા તે મૃત મળતાં પોલીસને જાણ કરી હતી. મોઢાંના ભાગે બોથડ પદાર્થ લાકડાના ધોકા-પથ્થરથી માર મારી ઢીમ ઢાળ્યાનું દેહસ્થિતિ પરથી જણાઇ આવે છે. એ-ડિવિઝન ઘટના સ્થળે પોહચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી . ફરિયાદમાં લખાવાયું છે કે, તેમના મોટા ભાઇ જણાવ્યું હતું કે, યુવાનને તા. 13/5ના રાત્રે સાડા નવેક વાગ્યે તેનો મિત્ર તેની સાથે લઇ ગયો હતો. આ બાબતે તે વધુ જાણતો હોવાનો તેઓને વહેમ છે. આમ, પોલીસે યુવાનના મિત્રને રાઉન્ડઅપ કરી પૂછતાછ કરતાં તેણે જણાવ્યું કે, પોતે, યુવાન અને આરોપી ત્રણે જણ આશાપુરા નગરમાં બેઠા હતા ત્યારે યુવાન અને આરોપી વચ્ચે નાણાંની લેતી-દેતી બાબતે મારકૂટ થતાં આરોપી ભાગીને થોડીવારમાં હાથમાં ધોકો લઇને પરત આવ્યો હતો અને યુવાન ને મારતાં તે ત્યાં ઢળી પડયો હતો. આમ, શખ્સ પાસેથી મળેલી વિગતોના આધારે આરોપીને રાઉન્ડઅપ કરી તેની ઊંડાણપૂર્વક પોલીસે પૂછતાછ કરતાં ભાંગી પડયો હતો અને ગુનાની કબૂલાત કરતાં તેની વિધિવત એ-ડિવિઝન પોલીસે ધરપકડ કરી ગણતરીના કલાકોમાં જ આ હત્યાનો ભેદ ઉકેલી લીધો હતો.