વરસાણામાં લાકડાના બેન્સામાં શખ્સ વીજશોકનો ભોગ બન્યો

copy image

અંજારના વરસાણા નજીક આવેલા ચૌધરી ટિમ્બર નજીક લાકડાના બેન્સામાં સાંજે અકસ્માત સર્જાયો હતો. બેન્સામાં કામ કરનાર મૂળ આસામનો યુવાન કામ કરી રહ્યો હતો તે દરમ્યાન તેને વીજશોકનો ઝટકો લાગતાં તે લાકડા કાપવાની મશીન પર પડયો હતો જેમાં તેને ગંભીર ઇજાઓ પહોંચતાં તેને આદિપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો., જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.