Month: June 2024

રાપરમાં દેશી બંદૂક સાથે  એક શખ્સની ધરપકડ  

copy image રાપરના નીલપર વાડીવિસ્તારમાંથી એક શખ્સને રૂા. પ000ની દેશી બંદૂક સાથે ધરપકડ કરવામાં આવી હતી. રાપરના નીલપર વાડીવિસ્તારમાં ડેમ નંબર-બેની બાજુમાં પોલીસે એક મકાનમાં તપાસ  હાથ ધરી  હતી.  ગત મોડી રાત્રે મકાનના આંગણામાં સુતેલા દેવા કરશન  કોળીને પકડી  તેને  સાથે  રાખી દિવાલ  પાસે  આડસ તપાસ કરાતાં ત્યાંથી રૂા. પ000ની દેશી હાથ  બનાવટની બંદૂક મળી આવી હતી. 

અંજારના સોની વેપારીના આપઘાત બનાવ અંગે પોલીસે દંપતી સામે નોંધી ફરીયાદ

copy image અંજારમાં સોના-ચાંદીના વેપારી મનીષ હરિલાલ બુદ્ધભટ્ટી (ઉ.વ. 58)એ ઝેરી દવા પી લઇને આપઘાત કરતાં  બનાવ  અંગે એક દંપતી સામે  પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. અંજારના ગંગા બજાર  છ મીટર રોડ ઉપર  જેનિલ  જ્વેલર્સ  નામની દુકાન ચલાવતા અને નયા અંજાર ચકરાવા વિસ્તારમાં રહેતા મનીષ બુદ્ધભટ્ટી નામના આધેડ વેપારીએ  રાતના અરસામાં ઝેરી દવા ગટગટાવી અંતિમ પગલું ભરી લીધું હતું. ઝેરી દવા પી લેનાર આ વેપારીને  પ્રથમ ખાનગી હોસ્પિટલ  અને બાદમાં  વધુ સારવાર  અર્થે સરકારી હોસ્પિટલ લઇ જવાતાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ...

દીવના દરિયામાં ડૂબેલા માંડવીના યુવાનનો મૃતદેહ મળી આવ્યો

copy image માંડવીના સેવાભાવી અગ્રણી દિનેશભાઇ મણિલાલ શાહનો એકનો એક પુત્ર દીપ (ઉ.વ. 28) દીવના દરિયામાં  ડૂબ્યા  બાદ  મૃતદેહ મળતાં તેઓ ભાંગી પડયા હતા.પ્રાપ્ત માહિતી મુજબ  માંડવીનો દીપ તથા તેનો  મિત્ર હર્ષ ત્રિવેદી  બંને  સોમનાથનાં દર્શન કરી દીવ ગયા હતા. જ્યારે દરિયાકિનારે બંને ખડક પર બેઠા હતા ત્યારે એક મોટું મોજું બંનેને દરિયામાં ખેંચી લઇ ગયું હતું. હર્ષે ખડક પકડી લીધો હતો. તેણે દીપને બચાવવા પ્રયત્નો કર્યા હતા. હર્ષને તરવૈયાઓએ બહાર કાઢી તેનો  જીવ બચાવ્યો હતો. તેને માથાંમાં ટાંકા તથા પીઠમાં ઇજાઓ પહોંચી હતી જ્યારે દીપ દરિયામાં ગરક થતાં પિતા દિનેશભાઇ અને પરિજનો દીવ પહોંચ્યા હતા.  સવારના અરસામાં  નાકવા ખડક પર દીપનો  મૃતદેહ મળતાં  દિનેશભાઇએ  તેની ઓળખ કરી હતી અને મદદરૂપ થનાર સમગ્ર જાયન્ટ્સ ગ્રુપ તથા હનીફભાઇ અને તેના પરિજનો તેમજ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રનો આભાર માન્યો હતો. 

ભુજ શહેરમાં 377 ગ્રામ ગાંજા સાથે શખ્સ ઝડપાયો

copy image ભુજમાંથી 377 ગ્રામ માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એસઓજીએ બાતમીના આધારે  એક શખ્સને પકડી પાડ્યો  હતો . એસ.ઓ.જી.ના હે.કો. રઘુવીરસિંહ જાડેજા તથા નરેન્દ્રસિંહ ઝાલાને સંયુક્ત ખાનગી મળેલી બાતમીના આધારે ભુજના ભીડગેટ બાજુ પીરવાળી મસ્જિદ પાસેની શેરીમાં રહેતા સિકંદર અલીમામદ ચાવડાને તેનાં મકાનમાંથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો જેનો વજન 377 ગ્રામ કિં. રૂા. 3770 અને એક મોબાઇલ કિં. રૂા. 5000ના મુદ્દામાલ સાથે ઝડપી એ-ડિવિઝન પોલીસને  સોંપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી . 

મુંદરામાં ઘરના નકૂચા તોડી 1.32 લાખના મુદ્દામાલની ચોરી

copy image મુંદરામાં ઘરના તાળાં તોડી અજાણ્યા ત્રણ ઇસમોએ  કબાટમાંથી રોકડ તથા દાગીના સહિત કુલ્લ 1,32,500ની ચોરી  કર્યાની ફરિયાદ નોંધાઇ હતી. મુંદરાના રિદ્ધિ-સિદ્ધિ નગરમાં રહેતા કાંતિલાલ ખીમજી ગરવાએ નોંધાવેલ  ફરિયાદ  મુજબ તેઓ તથા તેમના પત્ની અને પુત્ર કામકાજ અર્થે ગાંધીધામ ગયા હતા. ગત તા. 19/6ના રાતના ત્રણેક વાગ્યે  અન્ય પરિજનો છત પર સૂતા હતા, ત્યારે સામેવાળા પડોશી હરેશભાઇ સીજુએ ચોર-ચોરની રાડો પાડતાં પરિજનો  જાગી નીચે આવ્યા હતા. હરેશભાઇ કહ્યું કે, રૂમાલ બાંધેલા ત્રણ ચોર તમારા આંગણામાં આંટાફેરા કરતા હતા અને  રાડો પાડતા નાસી  ગયા છે. ઘરનો દરવાજો જોતાં નકૂચો તૂટેલો હતો અને કબાટનો લોક તોડી તેમાંથી રોકડા રૂા. 15,000 તથા સોનાના ત્રણ લોકેટ, આઠ વીંટી, એક બુટિયાની જોડી આમ રૂા. 1,17,500ના દાગીના એમ કુલ્લ રૂા. 1,32,500ના મુદ્દામાલની ચોરી થઇ હતી . પોલીસે ફરિયાદ નોંધી હતી અને રૂમાલ બાંધેલા ચોરો યોગેશ્વર  બાજુથી...