દીવના દરિયામાં ડૂબેલા માંડવીના યુવાનનો મૃતદેહ મળી આવ્યો

copy image

copy image

copy image
copy image

માંડવીના સેવાભાવી અગ્રણી દિનેશભાઇ મણિલાલ શાહનો એકનો એક પુત્ર દીપ (ઉ.વ. 28) દીવના દરિયામાં  ડૂબ્યા  બાદ  મૃતદેહ મળતાં તેઓ ભાંગી પડયા હતા.પ્રાપ્ત માહિતી મુજબ  માંડવીનો દીપ તથા તેનો  મિત્ર હર્ષ ત્રિવેદી  બંને  સોમનાથનાં દર્શન કરી દીવ ગયા હતા. જ્યારે દરિયાકિનારે બંને ખડક પર બેઠા હતા ત્યારે એક મોટું મોજું બંનેને દરિયામાં ખેંચી લઇ ગયું હતું. હર્ષે ખડક પકડી લીધો હતો. તેણે દીપને બચાવવા પ્રયત્નો કર્યા હતા. હર્ષને તરવૈયાઓએ બહાર કાઢી તેનો  જીવ બચાવ્યો હતો. તેને માથાંમાં ટાંકા તથા પીઠમાં ઇજાઓ પહોંચી હતી જ્યારે દીપ દરિયામાં ગરક થતાં પિતા દિનેશભાઇ અને પરિજનો દીવ પહોંચ્યા હતા.  સવારના અરસામાં  નાકવા ખડક પર દીપનો  મૃતદેહ મળતાં  દિનેશભાઇએ  તેની ઓળખ કરી હતી અને મદદરૂપ થનાર સમગ્ર જાયન્ટ્સ ગ્રુપ તથા હનીફભાઇ અને તેના પરિજનો તેમજ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રનો આભાર માન્યો હતો.