મુંદરામાં ઘરના નકૂચા તોડી 1.32 લાખના મુદ્દામાલની ચોરી

copy image

copy image

મુંદરામાં ઘરના તાળાં તોડી અજાણ્યા ત્રણ ઇસમોએ  કબાટમાંથી રોકડ તથા દાગીના સહિત કુલ્લ 1,32,500ની ચોરી  કર્યાની ફરિયાદ નોંધાઇ હતી. મુંદરાના રિદ્ધિ-સિદ્ધિ નગરમાં રહેતા કાંતિલાલ ખીમજી ગરવાએ નોંધાવેલ  ફરિયાદ  મુજબ તેઓ તથા તેમના પત્ની અને પુત્ર કામકાજ અર્થે ગાંધીધામ ગયા હતા. ગત તા. 19/6ના રાતના ત્રણેક વાગ્યે  અન્ય પરિજનો છત પર સૂતા હતા, ત્યારે સામેવાળા પડોશી હરેશભાઇ સીજુએ ચોર-ચોરની રાડો પાડતાં પરિજનો  જાગી નીચે આવ્યા હતા. હરેશભાઇ કહ્યું કે, રૂમાલ બાંધેલા ત્રણ ચોર તમારા આંગણામાં આંટાફેરા કરતા હતા અને  રાડો પાડતા નાસી  ગયા છે. ઘરનો દરવાજો જોતાં નકૂચો તૂટેલો હતો અને કબાટનો લોક તોડી તેમાંથી રોકડા રૂા. 15,000 તથા સોનાના ત્રણ લોકેટ, આઠ વીંટી, એક બુટિયાની જોડી આમ રૂા. 1,17,500ના દાગીના એમ કુલ્લ રૂા. 1,32,500ના મુદ્દામાલની ચોરી થઇ હતી . પોલીસે ફરિયાદ નોંધી હતી અને રૂમાલ બાંધેલા ચોરો યોગેશ્વર  બાજુથી  નાસ્યાના સીસીટીવી  ફૂટેજ મળતાં પોલીસે  તેના સઘડ મેળવવા તપાસ હાથ ધરી હતી.