અંજારના સોની વેપારીના આપઘાત બનાવ અંગે પોલીસે દંપતી સામે નોંધી ફરીયાદ

copy image

copy image

અંજારમાં સોના-ચાંદીના વેપારી મનીષ હરિલાલ બુદ્ધભટ્ટી (ઉ.વ. 58)એ ઝેરી દવા પી લઇને આપઘાત કરતાં  બનાવ  અંગે એક દંપતી સામે  પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. અંજારના ગંગા બજાર  છ મીટર રોડ ઉપર  જેનિલ  જ્વેલર્સ  નામની દુકાન ચલાવતા અને નયા અંજાર ચકરાવા વિસ્તારમાં રહેતા મનીષ બુદ્ધભટ્ટી નામના આધેડ વેપારીએ  રાતના અરસામાં ઝેરી દવા ગટગટાવી અંતિમ પગલું ભરી લીધું હતું. ઝેરી દવા પી લેનાર આ વેપારીને  પ્રથમ ખાનગી હોસ્પિટલ  અને બાદમાં  વધુ સારવાર  અર્થે સરકારી હોસ્પિટલ લઇ જવાતાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.  બનાવ ની તપાસ કરતાં પોલીસને  સ્યુસાઇડ નોટ મળી આવી હતી જેમાં તપન સાહુના કારણે માનસિક તાણ,  અસ્વસ્થતા થતાં  પોતે અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું. આ વર્ષના માર્ચ મહિનામાં અંજારમાં સોની કાંતિલાલ નારાણ નામની દુકાન ચલાવતા મિતેષ કાંતિલાલ બુદ્ધભટ્ટીએ તપન સાહુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મચ્છીપીઠ વિસ્તારમાં ઘનશ્યામ વર્કશોપ નામની દુકાન ચલાવતા બંગાળી કારીગર એવા આરોપી તપન સાહુએ આ ફરિયાદી પાસેથી સોના-ચાંદીના દાગીના  તથા  રોકડ રૂપિયા મેળવી લીધા હતા તેમજ મનીષ હરિલાલ બુદ્ધભટ્ટી પાસેથી પણ સોના-ચાંદીના વગેરે મેળવી ઓળવી  ગયો  હતો.  આ શખ્સે બંને વેપારી પાસેથી રૂા. 1.55 કરોડની મતા મેળવી બાદમાં નાસી ગયો હતો  ગત માર્ચ  મહિનામાં  નોંધાયેલ ફરિયાદમાં હજુ પણ પોલીસને આરોપીના સગડ મળ્યા નથી.  દરમ્યાન,  આવા  બનાવને પગલે માનસિક તાણ માં આવી ગયેલા મનીષ બુદ્ધભટ્ટીએ  અંતિમ પગલું ભરી લીધું હતું. તેમને  મરવા મજબૂર કરવાના આ  બનાવમાં  તેમના  દીકરા જેનિલ બુદ્ધભટ્ટીએ તપન સાહુ તથા તેની પત્ની રીટા સાહુ વિરુદ્ધ  પોલીસ મથકે  ફરિયાદ નોંધાવી હતી. વેપારીના આપઘાતના પગલે ભારે અરેરાટી  પ્રસરી હતી.