રાપરમાં દેશી બંદૂક સાથે એક શખ્સની ધરપકડ
 
                copy image

રાપરના નીલપર વાડીવિસ્તારમાંથી એક શખ્સને રૂા. પ000ની દેશી બંદૂક સાથે ધરપકડ કરવામાં આવી હતી. રાપરના નીલપર વાડીવિસ્તારમાં ડેમ નંબર-બેની બાજુમાં પોલીસે એક મકાનમાં તપાસ હાથ ધરી હતી. ગત મોડી રાત્રે મકાનના આંગણામાં સુતેલા દેવા કરશન કોળીને પકડી તેને સાથે રાખી દિવાલ પાસે આડસ તપાસ કરાતાં ત્યાંથી રૂા. પ000ની દેશી હાથ બનાવટની બંદૂક મળી આવી હતી.
 
                                         
                                        