ભુજ શહેરમાં 377 ગ્રામ ગાંજા સાથે શખ્સ ઝડપાયો

copy image

copy image

ભુજમાંથી 377 ગ્રામ માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એસઓજીએ બાતમીના આધારે  એક શખ્સને પકડી પાડ્યો  હતો . એસ.ઓ.જી.ના હે.કો. રઘુવીરસિંહ જાડેજા તથા નરેન્દ્રસિંહ ઝાલાને સંયુક્ત ખાનગી મળેલી બાતમીના આધારે ભુજના ભીડગેટ બાજુ પીરવાળી મસ્જિદ પાસેની શેરીમાં રહેતા સિકંદર અલીમામદ ચાવડાને તેનાં મકાનમાંથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો જેનો વજન 377 ગ્રામ કિં. રૂા. 3770 અને એક મોબાઇલ કિં. રૂા. 5000ના મુદ્દામાલ સાથે ઝડપી એ-ડિવિઝન પોલીસને  સોંપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી .