ડાવરી નજીક ભેંસમાં બાઈક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં યુવાનનું મોત
copy image

રાપરના ડાવરી નજીક ભેંસમાં બાઈક અથડાતા એક યુવાનનું મોત થયું હતું. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ બાલાસરમાં રહેનાર લખમણ નામનો યુવાન બાઈક લઈ મકાનનું સામાન લેવા જઈ રહ્યો હતો, બાદમાં તે સાંજના સમયે પરત આવી રહ્યો હતો. તે . દરમ્યાન રાપરથી ધોળાવીરા જતાં માર્ગ પર ડાવરી નજીક યુવાનનું બાઈક ભેંસમાં અથડાતાં આ અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં ગંભીર રીતે ઘાયલ થયેલ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં રસ્તામાં જ તેમને અંતિમ શ્વાસ લીધા હતા.