નલિયામાં એક દુકાનમાં એકઝોસ ફેનવાળી જગ્યા ખોલી અંદર પ્રવેશી રોકડ રૂ.14 હજારની તસ્કરી કરી ચોર થયો ફરાર
copy image

નલિયામાં એક દુકાનમાંથી રૂા. 14 હજારની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, આ મામલે દિનેશ રામજીભાઇ ભાનુશાલી દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર નલિયામાં ફરિયાદીની દાદા કોમ્પ્લેક્ષમાં ચાંદ્રા પ્રોવિઝન સ્ટોર નામની કરિયાણાની દુકાન આવેલી છે. જેમાં ગત તા. 24/12ના રાતથી બીજા દિવસની સવાર સુધી કોઇ ચોર ઇસમ દુકાનના એકઝોસ ફેનવાળી જગ્યા ખોલી અંદર પ્રવેશી દુકાનના ટેબલના અલગ-અલગ ખાનામાંથી કુલ રૂા. 14000ની ચોરી ફરાર થઈ ગયો હતો. જે મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.