મુંદ્રા ખાતે આવેલ ભદ્રેશ્વરમાંથી 42 વર્ષીય શખ્સની લાશ મળી આવતા ચકચાર

copy image

copy image

મુંદ્રા ખાતે આવેલ ભદ્રેશ્વરના શેખડિયા સીમમાંથી 42 વર્ષીય શખ્સની લાશ મળી આવતા ભારે ચકચાર પ્રસરી છે. આ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ભદ્રેશ્વરના 42 વર્ષીય સખ્સની લાશ લુણી-શેખડિયા સીમમાંથી ગત દિવસે સાંજના અરસામાં મળી આવેલ હતી. સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, આ શખ્સ અપરિણીત હતો અને સંબંધીઓને કલકત્તા તરફ લગ્ન કરવા જતો હોવાનું જણાવી 21/12થી ગુમ થઈ ગયેલ હતો. આ દરમ્યાન ગત દિવસે સાંજે ગોયરસમાના માલધારીઓને શેખડિયાની સીમમાં લાશ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઉપરાંત લાશની નજીક મૃતકની બાઈક પણ મળી આવી છે. માહિતી મળી રહી છે કે, લાશ પર કોઈ ઈજા કે મારના નિશાન મળી આવેલ નથી. લાશનું પોસ્ટમોર્ટમ કરાયા બાદ જ મૃત્યૃ પાછળના કારણો સામે આવી શકસે.આ અંગે પોલીસે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.