સાપેડા ગામના સીમ વિસ્તારમાંથી 48 હજારના દારૂ સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો

copy image

copy image

અંજાર તાલુકાના સાપેડા ગામના સીમ વિસ્તારમાંથી 48 હજારના દારૂ સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે,  સાપેડાના રિવેરા ફાર્મથી આગળ પેટ્રોલપંપ નજીક આવેલી વાડીમાં એક શખ્સ દારૂ લેવા અર્થે જવાનો છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ પહોંચી જઈ અને બાતમી વાળા શખ્સને 48,450ના દારૂ સાથે ઝડપી પાડ્યો હતો. મળેલ માહિતી મુજબ પકડાયેલ શખ્સ અન્ય કોઈ વ્યક્તિની વાળીમાથી આ માલ લીધો હોવાનું પ્રાથમિક તપાસ દરમ્યાન જાણવા મળેલ હતું. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી અલગ અલગ બ્રાન્ડનો કુલ રૂા. 48,450નો શરાબનો જથ્થો કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.