મુંદરા ખાતે આવેલ નાના કપાયામાંથી દારૂની 60 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

copy image

copy image

મુંદ્રા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમણે ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, કોઈ શખ્સ નાના કપાયામાં લેબર કોલોની પાછળ બાવળની ઝાડીમાં દારૂ રાખી વેચાણ કરી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી બાવળની ઝાડીમાંથી 60 શરાબની બોટલ સાથે એક શખ્સ  પકડી પાડ્યો હતો. પકડાયેલ શખ્સ પાસેથી અલગ-અલગ બ્રાન્ડની શરાબની 60 બોટલ કિં. રૂા. 28,020 તથા એક મોબાઇલ કિ. રૂા. 3000 હસ્તગત કરાયો હતો. મળેલ માહિતી અનુસાર હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન વધુ એક શખ્સનું નામ સામે આવ્યું છે. પોલીસે તમામ મુદામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.