ભુજના પદ્ધર ગામ વિસ્તારમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાતા ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ

 ભુજ તાલુકાનાં પદ્ધર ગામ વિસ્તારમાથી થયેલ વાયર ચોરીનો ભેદ ઉકેલાયો છે સાથે જ ચાર આરોપી શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવવામાં આવી છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર બે-ત્રણ દિવસ અગાઉ પદ્ધર પોલીસ દ્વારા 10 વાયર ચોરીનો ભેદ ઉકેલી લીધો હોવાની યાદી જાહેર કરવામાં આવતા તેમાંના એક ખેડૂતે જે-તે સમયે ફરિયાદ નોંધાવી ન હતી, પરંતુ હવે ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. મળેલ માહિતી અનુસાર આ વાડીમાંથી ગત તા. 26/5/2023ના રોજ 48 હજારના વાયરની ચોરીને લઇને આજે ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર જે-તે સમય મોટર બગડી જતાં બોરમાંથી કેબલ સાથે મોટર રિપેરિંગ માટે બહાર કાઢી લઇ જવા નાની રેલડીના એક શખ્સને કહેલ હતું, ત્યારે તેનો ભાઇ મોટર રિપેરિંગ માટે માધાપર મૂકવા ગયેલ હતો અને પાછળથી રૂા. 47,950ના વાયરની તસ્કરી થયેલ હતી.પદ્ધર પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી આરોપી શખ્સને ઝડપી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.