ભચાઉના ચકચારી દારૂકાંડમાં સામેલ પોલીસકર્મીના એક દિવસીય રીમાન્ડ મંજૂર

copy image

copy image

છ વર્ષ પૂર્વે ભચાઉ ખાતે આવેલ શિકરાના સીમ વિસ્તારમાં લાખોના દારૂકાંડમાં આર.આર. સેલમાં ફરજ બજાવી ગયેલા પોલીસકર્મીનું નામ ખૂલ્યું હતું. આ કર્મીની ધરપકડ કરાયા બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેના એક દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહતી અનુસાર જે-તે સમયે ભચાઉથી કબરાઉ વચ્ચે 15 થી 20 સ્પોટરો બાઇક સાથે માર્ગ પર તૈનાત રહ્યા હતા અને પોલીસ કે શંકાસ્પદ વાહન જણાય તો પોતાના આકાઓને જાણ કરી દેવામાં આવતી, આવી પરિસ્થિતિ વચ્ચે જે-તે સમયે સરહદી રેન્જની આર.આર. સેલએ કાર્યવાહી હાથ ધરી હતી અને શિકરાની સીમમાંથી લાખોનો દારૂ ઝડપી પાડયો હતો. દારૂના આ ચકચારી કેસમાં જે-તે સમયે સેલમાં ફરજ બજાવી પોલીસકર્મીનું નામ સામે આવ્યું હતું. ત્યાર બાદ હાલમાં પણ આ કર્મચારી મુંદ્રા સોપારી તોડકાડમાં ફરાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા હતા. દરમ્યાન દારૂના આ પ્રકરણમાં તે ભચાઉ કોર્ટની શરણે થતાં દારૂના કેસની તપાસ કરતી એલ.સી.બી.એ તેનો કબ્જો લીધો હતો. આ કર્મચારીને પાંચ દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેના એક દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા.