ગાંધીધામમાં ઓનલાઈન જુગાર રમતા બે શખ્સ પોલીસના સકંજામાં

copy image

copy image

ગાંધીધામમાંથી ઓનલાઈન જુગાર રમતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ગાંધીધામ ખાતે આવેલ 9-બી ચોકડી નજીક બે શખ્સ જાહેરમાં મોબાઇલ પર ઓનલાઇન તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે ઓનલાઈન જુગાર રમતા બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. આ શખ્સો મોબાઇલમાં  ડાયમન્ડ નામની સાઇટ ચાલુ કરી તેમાં આઇ.ડી. મેળવી ઓનલાઇન તીનપત્તીનો જુગાર રમતા હતા. મળેલ માહિતી અનુસાર પકડાયેલ શખ્સો પાસેથી પોલીસે રોકડ રૂા. 1600 તથા ત્રણ મોબાઇલ એમ કુલ રૂા. 12,100નો મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.