અંજાર ખાતે આવેલ નાની ખેડોઇની બે વાડીમાંથી 19 હજારના વાયરની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

અંજાર ખાતે આવેલ નાની ખેડોઇના સીમ વિસ્તારમાં આવેલી બે વાડીમાંથી રૂા. 19,200ના વાયરની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર નાની ખેડોઇના માધવનગર પાટિયાની સામે આવેલી બે ખુલ્લી વાડીમાં તસ્કરોએ ખાતર પાડ્યું હતું. આ બનાવ ગત તા. 18/12 અને 19/12ની રાત્રિ દરમ્યાન બન્યો હતો. આ મામલે કુલદીપસિંહ નરપતસિંહ જાડેજા દ્વારા નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદીની વાડીમાં ઇલેકટ્રીક બોર્ડથી મોટર સુધી 10 એમએમનો 150 ફૂટ ઉપરાંત બાજુમાં આવેલ માધુભા લાલુભા જાડેજાની વાડીમાંથી 100 એમ.એમ.ના 90 ફૂટ એમ કુલ્લ રૂા. 19,200ના વાયરની તસ્કરી કરી ચોર ઈશમો ફરાર થઈ ગયા હતા. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.