અંજાર ખાતે આવેલ વરસામેડીમાં ખનિજચોરીના મામલે એક યુવાનને માર મરાયો

અંજાર ખાતે આવેલ વરસામેડીમાં ખનિજચોરીના મામલે એક યુવાનને માર મારવામાં આવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ખનિજચોરી અંગે અરજીનું મનદુ:ખ રાખી એક શખ્સે એક યુવાનને માર માર્યો હતો. આ મામલે વરસામેડીમાં તળાવની બાજુમાં રહેનાર અરવિંદગર કલ્યાણગર ગુંસાઇ દ્વારા ફરિયાદ નોંધવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી અને જિતેન્દ્રગર સવારના અરસામાં ગામની પંચાયત નજીક ઊભા હતા તે દરમ્યાન ત્યાં આરોપી શખ્સ આવ્યો હતો અને તું મારા નામની અરજી કેમ કરશ તેવું કહેતા ફરિયાદીએ પોતે નહીં પણ ગામલોકોએ અરજી કરી છે અને તે તારા નામની નથી તેવું કહેતાં આ શખ્સ ઉશ્કેરાઇ જઈ અને ફરિયાદીને થપ્પડ મારી હતી. ઉપરાંત આરોપીએ અરજી કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.