અબડાસા ખાતે આવેલ લઠેડીમાંથી પવચનક્કીના 35 હજારના વાયરની તસ્કરી થતાં ફરિયાદ નોંધાઈ

અબડાસા ખાતે આવેલ લઠેડીના સીમ વિસ્તારમાં પવચનક્કીની કેબિનના દરવાજાના નકૂચા તોડી રૂા. 35,100ના વાયરની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આ બનાવ અંગે મીત સિકયોરિટીમાં સુપરવાઇઝરની નોકરી કરતા સિકંદર મીઠુ સંઘાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા. 1-11ના રાતથી બીજા દિવસની સવાર સુધી સીમમાં સુઝલોન કંપનીની પવનચક્કીની કેબિનના દરવાજાનાના નકૂચા તોડી કોઇ ચોર ઈશમો 240 સ્કવેર એમ.એમ. જાડાઇવાળા આશરે 50-50 મીટર કોપર વાયર કુલ 540 મીટરના નંગ-11 જેની કિં. રૂા. 35,100ની તસ્કરી કરી પલાયન થઈ ગયા છે. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.