મોરબીમાંથી 7 જુગારપ્રેમીઓને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા

970736623Jugar

copy image

મોરબીમાંથી 7 જુગારપ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર મોરબી સીટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિગમાં હતી તે દરમ્યાન કાલીકાપ્લોટ સાયન્ટફીક રોડ વોકળા પાસે 7 જુગાર પ્રેમીઓ જાહેરમાં રૂપિયાની હારજીતનો ખેલ રમતા મળી આવેલ હતા. પોલીસે જાહેરમાં જુગાર રમતા શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી રોકડ રૂ..૧૦૬૦૦ કબ્જે કરી આરોપી શખ્સો વિરુદ્ધ જુગાર ધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.