ગાંધીધામ ખાતે આવેલ ગળપાદરમાં બંધ મકાનના તાળાં તોડી 94 હજારની મત્તાની તસ્કરી થતાં ચકચાર

 ગાંધીધામ ખાતે આવેલ ગળપાદરમાં બંધ મકાનના તાળાં તોડી 94 હજારની મત્તાની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ગાધીધામ ખાતે આવેલ બાગેશ્રી ટાઉનશિપ સોસાયટીના એક બંધ મકાનમાં તસ્કરોએ ખાતર પાડ્યું હતું અને કુલ 94000ની મત્તાની તસ્કરી કરી પલાયન થઈ ગયા હતા. મળેલ માહિતી મુજબ ચોરીનો આ બનાવ ગળપાદરમાં બાગેશ્રી ટાઉનશિપ સોસાયટીના પ્લોટ નંબર 59-60માં બન્યો હતો. આ મામલે તારાચંદ બાબુલાલ જોશી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. નોંધાવેલ ફરિયાદ અનુસાર તા. 17/11ના રોજ ફરિયાદીના મોટા દીકરાનાં લગ્ન હોવાથી તેઓ પરિવાર સાથે ગત પોતાના વતન રાજસ્થાનના જોધપુર ખાતે ગયેલ હતા. ત્યાર બાદ પાછળથી તા. 30/11ના તેમનો નાનો દીકરો પણ વતન ગયો હતો. તે દરમ્યાન ગત તા. 30/11થી 14/12 ના સમયગાળા વચ્ચે તેમના આ બંધ મકાનમાંથી ચોર ઈશમો તસ્કરી કરી ફરાર થઈ ગયા હતા. મળેલ માહિતી અનુસાર તસ્કરો રોકડ અને દાગીના સહિત કુલ રૂા. 94,000ની તસ્કરી કરી પલાયન થઈ ગયા હતા.  પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.