મુંદ્રા ખાતે આવેલ બોચા નજીક સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં 25 વર્ષીય યુવાનનું મોત
copy image

મુંદ્રા ખાતે આવેલ બોચા નજીક સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં 25 વર્ષીય યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું. આ બનાવ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર મૂળ ભુજ તાલુકાના ભારાસર અને હાલે બોચા રહેતો આ યુવાન પોતાની બાઇક લઇને ગત રાત્રે કેરાથી બોચા આવી રહ્યો હતો તે દરમ્યાન રાત્રે 9.30 વાગ્યાના અરસામાં હનુમાન ટેકરી બોચા પાસે તે ગળા તેમજ માથાના ભાગે ઘાયલ અવસ્થામાં મળી આવેલ હતો. બનાવની જાણ થતાં જ તાત્કાલિક તેને સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.