તા.28/12ના રોજ મંદિરો તેમજ વાડી કે ગામોમાં થતી ચોરીઓ અટકાવવા માટે કેરા પોલીસ સ્ટેશન ખાતે મીટિંગ નું આયોજન કરાયું

કેરા તા,ભુજ તા28/12 ના રોજ માનકુવા પોલીસ સ્ટેશનના પી. આઈ. ડી.એન. વસાવા સાહેબ તેમજ કેરા પોલીસ સ્ટેશન ના જમાદાર જયપાલસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ મંદિરો તેમજ વાડી કે ગામોમાં થતી ચોરીઓ અટકાવવા માટે કેરા પોલીસ સ્ટેશન ખાતે મીટિંગ નું આયોજન કરાયું હતું જેમાં કેરા, કુંદનપૂર, બળદિયા, ગજોડ,જૂમખા, નારણપર, ભારાપર,મેઘપર, દહીસરા,સરલી, એમ દરેકે ગામના મંદિરોના સંચાલકો ખેડૂત મિત્રો તેમજ ગામ લોકો હાજર રહ્યાં હતાં જેમાં પી. આઈ. સાહેબે ચોરી બાબતે લોકો પાસે જાણકારી મેળવી હતી અને પોતાનું મંતવ્ય જણાવ્યું હતું જેમણે ધાર્મિક સ્થળો પર તેમજ ગામમાં મેન જગ્યાએ પર c.c.t.v કેમેરા લગાવવા તેમજ મકાનોમા ભાડે રહેતા કે વાડી વિસ્તારમાં રહેતા લોકોના બાંયોડેટા પોલીસને આપવા ગામમાં કે વાડી વિસ્તારમાં કોઈ અજાણ્યો વ્યક્તિ દેખાય તો પોલીસને જાણ કરવી જેવા અનેક મુદ્દાઓ વીસે જાણકારી આપી હતી લોકો પોલીસને મદદ રૂપ થાય તો ક્રાઈમ અટકે તેવું તેમણે જણાવ્યું હતું અને રાત્રે જી.આર.ડી. હોમગાર્ડ તેમજ પોલીસ પેટ્રોલીંગ પણ વધારવાની ખાત્રી આપી હતી