નલિયા નજીક ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયો ગોઝારો અકસ્માત : બાઈકચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત
copy image

નલિયા નજીક ટ્રક અને બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં નરાનગરના યુવાનનું કમકમાટી ભર્યું મોત નીપજયું હતું. આ બનાવ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આ બનાવ ગત દિવસે બપોરના અરસામાં નલિયાથી વીઆરટી ત્રણ રસ્તા વચ્ચે આવેલી મુનલાઇટ હોટલ નજીક સર્જાયો હતો. મળેલ માહિતી મુજબ મૃતક યુવાન બાઇક લઈને જઈ રહ્યો હતો તે દરમ્યાન ટ્રક તેની બાઇક પર ફરી વળતાં તેને કચડી નાખેલ હતો. યુવાન પર ભારેખમ ટ્રકના ટાયર ફરી વળતાં તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.