પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્રારા સાયબર ક્રાઇમના ગુન્હા અટકાવવા બાબતે સાયબર અવેરનેસ પ્રોગ્રામ કરવા અંગે સુચનો અને માર્ગદર્શન આપવામાં આવેલ

શ્રી જે.આર.મોથાલિયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્રારા સાયબર ક્રાઇમના ગુન્હા અટકાવવા બાબતે સાયબર અવેરનેસ પ્રોગ્રામ કરવા માટે સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ.
જે સુચના અનુસંધાને નોડલ અધિકારી અને પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ સાયબર ક્રાઇમ સેલ(એલ.સી.બી.) પશ્ચિમ કચ્છ-ભુજનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશ ભેમાભાઈ ચૌધરી તથા પરબતભાઇ નરેંગાજી ચૌધરી દ્વારા આજ રોજ તા ૨૪/૧૨/૨૦૨૩ ના રોજ સાયબર ક્રાઈમ સેલ(એલ.સી.બી) તરફથી 50 ડચિલ્ડ્રન વિલેજ ભુજ સંસ્થા ખાતે “Cyber Crime and Cyber Security ” વિષય ઉપર લોકજાગૃતિ સેમીનાર નું આયોજન કરવામાં આવેલ હતુ જેમા આશરે ૪૦ જેટલા વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ શું છે. ક્યા ક્યા પ્રકારના સાયબર ક્રાઈમ કરવામાં આવે છે. ડીજીટલ ફુટ પ્રિન્ટ શું છે. સાયબર સીક્યુરીટી અને સાયબર સેફટી શું છે. સાયબર ક્રાઈમ થી બચવા માટે શું સાવધાની રાખવી. સાયબર ક્રાઈમનો બનાવ બને તો કઈ જગ્યાએ ફરીયાદ લખાવી.ફરીયાદ લખાવતી વખતે ક્યા ક્યા ડોક્યુમેન્ટસ સાથે રાખવા. આ તમામ મુદ્દાઓની સમજણ પૂરી પાડવામાં આવેલ.
સાવચેતી
- કોઇપણ બેંક/મોબાઇલ કંપની માંથી ફોન કોલ આવે તો કોઇપણ જાતના બેંક અકાઉન્ટ તથા OTP ની માહીતી શેર કરવી નહી
કોઇ અજાણ્યા મોબાઇલ નંબરથી ફોન આવેથી મોબાઇલમાં કોઇપણ એપ્લીકેશન (ઉ.ELTeam Viewer, Any Desk) ડાઉનલોડ/ઇન્સ્ટોલ કરવી નહી.
- અજાણી સ્ત્રીના ફોટાવાળી ફેસબુકમા ફ્રેન્ડ રીકવેસ્ટ એકસેપ્ટ કરવી નહી.
કોઇપણ ચીજવસ્તુની ઓનલાઇન ખરીદી વખતે ઓફીસીયલ વેબસાઇટની ખરાઇ કરીને જ ખરીદી કરવી.
- સસ્તા સોનાના નામે ઇન્ડીયા માર્ટમાં જાહેરાત આવે તો લાલચમાં આવવું નહી.
- અજાણ્યા મોબાઇલ નંબર પરથી આવેલ કોઇપણ જાતની લીંક ઓપન કરવી નહી.
- જયારે કોઇપણ મિત્ર તેના ફેસબુક મેસેન્જર દ્વારા રૂપીયાની માંગણી કરે તો તે મિત્રની ઓળખ કરી તેના મોબાઇલ નંબર પર તેની ખરાઇ કરવી.