અંજાર ખાતે આવેલ સતાપરમાં બંધ મકાનના તાળાં તોડી તસ્કરોએ હાથ સાફ કર્યો
copy image

અંજાર ખાતે આવેલ સતાપરમાં બંધ મકાનના તાળાં તોડી તસ્કરોએ હાથ સાફ કર્યો હોવાની વિગતો સામે આવી રહી છે. જે અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આ બનાવ ગત તા.16/12 થી 17/12ના રાત્રિના અરસામાં આ બનાવ બન્યો હતો. મળેલ માહિતી અનુસાર આ બનાવ અંગે બાબુભાઈ દેવકરણભાઈ આહીર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધવેલ ફરિયાદ અનુસાર ફરિયાદીના બંધ મકાનના તાળાં તોડી કોઈ ચોર ઈશમો રૂ.7000ની ઘરવખરીની સામગ્રીની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.