સામખિયાળી મોરબી ધોરીમાર્ગ પર બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત
copy image

સામખિયાળી મોરબી ધોરીમાર્ગ પર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક શખ્સનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર સામખિયાળી મોરબી ધોરીમાર્ગ પર જુના કટારીયા સીમ નજીક આગળ જતી કન્ટેનર ટ્રકમાં પાછળથી પ્રવાસે જતી શાળાની બસ ભટકાતાં અકસ્માત સર્જાયો હતો જેમાં બસમાં સવાર 60 વર્ષીય શખ્સનું મોત થયું હતું. મળેલ માહિતી મુજબ અમદાવાદના નિકોલ ઠક્કર નગરની સંસ્કાર પ્રાથમિક શાળાના પચાસેક બાળકોને લઇને બસ કચ્છ તરફ આવી રહી હતી પ્રવાસનું આયોજન કરનાર 60 વર્ષીય ભરતભાઇ શુક્લા બસમાં આગળ બેઠા હતા. તે દરમ્યાન આ બસ મોરબી સામખિયાળી ધોરીમાર્ગ પહોંચતા આગળ જતી કન્ટેનર ટ્રકને ઓવરટેક કરવા જતાં આ બસ તેમાં અથડાઇ હતી જેમાં ભરતભાઇ નીચે પડી જતાં બસના પૈડામાં તેમની પર ફરી વળ્યા હતા. સર્જાયેલ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાતા ફરજ પરના તબીબે તેમણે મૃત જાહેર કર્યા હતા.