ગાંધીધામ ખાતે આવેલ પડાણાના ગોદામમાંથી થયેલ  રૂા.7 લાખના બોરીક એસિડની ચોરીના કેસમાં માલ ખરીદનારાઓ વિરુદ્ધ ફરિયાદ

ગાંધીધામ ખાતે આવેલ પડાણાના એક ગોદામમાંથી રૂા. 7 લાખના બોરીક એસિડના ચોરીના કેસમાં માલ ખરીદનારા આરોપી શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર પડાણા ખાતે આવેલ   શ્રીજી વેરહાઉસિંગ એન્ડ લોજિસ્ટિકના ગોદામમાંથી રૂા. 7 લાખની 40 બેગ બોરીક એસિડની  ચોરી થતાં  પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી.  આ કેસમાં પોલીસે આઠ શખ્સોની અટક કરી હતી. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આ માલ અમદાવાદ તથા રાજકોટના શખ્સોને વહેંચવામાં આવેલ હતો. આ ચોરાઉ માલ ખરીદનારા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી, ઉપરાંત સૂત્રો દ્વારા જણાઈ રહયું છે કે, તમામ ચોરાઉ માલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.