નખત્રાણા બસ સ્ટેશન નજીક સર્જાયેલ ગોઝારા અકસ્માતે 24 વર્ષીય યુવાનનો જીવ લીધો
copy image

સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, નખત્રાણા બસ સ્ટેશન નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં 24 વર્ષીય યુવાનનું કમકમાટી ભર્યું મોત નીપજયું હતું. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર નખત્રાણા બસ સ્ટેશન નજીક બાઇક અને ટ્રેઇલર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં કોટડાના 24 વર્ષીય બાઇક ચાલક પર ટ્રેઇલરના પૈડાં ફરી વળતાં ગંભીર ઇજાઓના કારણે તેનું કમકમાટી ભર્યું મોત થયું હતું.