માધાપરમાં બંધ ઘરના તાળાં તોડી થઈ લાખોની ચોરી

માધાપરમાં બંધ ઘરના તાળાં તોડી 6.70 લાખની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર નવાવાસના ગંગેશ્વર રોડ ખાતે આવેલ જલારામ સોસાયટીના ભક્તિનગરમાં એક બંધ ઘરના તાળાં તોડી લાખોની ચોરી થતાં ભારે ચકચાર પ્રસરી છે. આ મામલે નોંધાવેલ ફરિયાદ અનુસાર આ બનાવ ગત તા 23/12ના રોજ બન્યો હતો. ફરિયાદી 23/12ના રોજ ભુજમાં પોતાની પરણીત દીકરીના ઘરે ગયેલ હતા ત્યારે બીજા દિવસે તેમના પાડીશીએ ફોન દ્વારા જણાવેલ કે, તેમના ઘરના તાળાં તૂટેલી હાલતમાં જોવા મળેલ છે. બનાવની જાણ થતાં ફરિયાદીએ ઘરે પરત આવીને તપાસ કરતાં ચોરી થયા હોવાનુ સામે આવ્યું હતું. વધુ તપાસ કરતાં સામે આવેલ કે, ફરિયાદીના ઘરમાથી રોકડ તેમજ સોના ચાંદીના દાગીના સહિત કુલ 6,70,000ની કોઈ ચોર ઈશમો તસ્કરી કરી ફરાર થઈ ગયા છે. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.