મુંદ્રા ખાતે આવેલ વવાર ગામના શખ્સને ચાર જિલ્લામાંથી હદપાર કરી દેવાનો હુકમ જાહેર
સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, મુંદ્રાના વવાર ગામના માથાંભારે શખ્સને પાસાં હેઠળ ચાર જિલ્લામાંથી તડીપાર કરી દેવામાં આવેલ હતો. મુંદ્રામાં ગંભીર ગુનાઓ આચરી જાહેર પ્રજાની શાંતિ ભંગ કરી પોતાની ભયજનક વ્યક્તિ તરીકેની છાપ ધરાવતા વવારના શખ્સ વિરુદ્ધ તડીપાર અંગેની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી અને ના.પો.અધિ. મારફતે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચેતન મિસણ મુંદરા સમક્ષ મોકલાઈ હતી. જેની દરખાસ્ત મંજૂર કરાતા આ વ્યક્તિને ચાર જિલ્લામાંથી હદપાર કરી દેવાનો હુકમ જાહેર કરી દેવામાં આવેલ હતો.