આડેસરમાં 12 હજારના દારૂ સાથે બે શખ્સો પોલીસના સકંજામાં

copy image

આડેસર પોલીસ ડ્યૂટિ પર હતી તે દરમ્યાન તેમણે ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, બાઇક પર સવાર બે શખ્સો દારૂની હેરાફેરી કરવાની પૈરવીમાં છે, મળેલ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમ્યાન બાતમીવાળી બાઇક આવતા પોલીસે તેને અટકાવી બાઈક પર સવાર શખ્સો પાસે રહેલ થેલાની તપાસ કરતાં તેમાંથી દારૂ નીકળી પડયો હતો. બાઇક પર સવાર બંને શખ્સો પાસેથી કિંમત રૂા. 12,100નો દારૂ હસ્તગત કરી બંનેની ધરપકડ કરાઈ છે. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.