બાઈક સ્લીપ થતાં ગંભીર ઇજાઓના પગલે ચુબડકના 19 વર્ષીય યુવાનનું મોત
નિંગાળથી રતનાલ જતા રસ્તા પર અકસ્માત થતાં 19 વર્ષીય યુવાનનું મોત થયું હતું. આ બનાવ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ભુજ અંજાર હાઈવે પર આવેલ નિંગાળથી રતનાલ જતા માર્ગ પર બાઈક સ્લીપ થઇ જતા ચુબડકના 19 વર્ષીય યુવાનનું મોત થયું હતું. મળેલ માહિતી મુજબ ચુબડકમાં રહેતો 19 વર્ષીય યુવાન નિંગાળ પાસેના ક્રિકેટ ગ્રાઉન્ડ પર મેચ જોવા ગયેલ હતો. મૃતક યુવાન બાઈક પર પાછળ બેઠો હતો. તે સમયે અચાનક બાઈક સ્લીપ થઇ જતાં હતભાગી યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાઓના પગલે તાત્કાલિક યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવેલ હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.