ભુજમાં થયેલ ઘરફોડીના બનાવોમાં સતત બીજા દિવસે પણ તસ્કરોની કોઈ ખબર નહીં
સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, ભુજની ઘરફોડ ચોરીમાં સતત બીજા દિવસે પણ આરોપી ઈશમોની કોઈ માહિતી મળી નથી. મળેલ માહિતી મુજબ ભુજ શહેરમાં આવેલ મુન્દ્રા રોડ પર સ્વામિનારાયણ નગરમાં તસ્કરોએ દાદાગીરી કરી પથ્થરથી મહિલા પર હુમલો કરી એક સાથે પાંચ મકાનોમાં હાથ સાફ કર્યો હતો. એક ઘરમાંથી રૂપિયા 25 હજાર સેરવી લેવાયા હતા. ઉપરાંત આસપાસમાં આવેલા મહીલા પોલીસ કર્મચારી સહિત અન્ય ચાર મકાનોના તાળા તોડી ચોરી થઈ હતી. સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.