ગાંધીધામ ખાતે આવેલ પડાણામાં એક મિષ્ટાનની દુકાનમાથી હર્બલ ટોનિકની બોટલો ઝડપાઈ

copy image

ગાંધીધામ ખાતે આવેલ પડાણામાં એક મિષ્ટાનની દુકાનમાથી પોલીસે હર્બલ ટોનિકની બોટલો ઝડપી પાડી હતી. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, પડાણા નજીક પંચરત્ન  માર્કેટમાં  આવેલ બાલાજી મિષ્ટાન્ન નામની દુકાનમાં શંકાસ્પદ પ્રવાહીનું વેચાણ થઈ રહ્યું છે. મળેલ બાતમીના આધારે પોલીસે ગત રાતે બાતમી વાળા સ્થળ પર દરોડો પાડી તપાસ હાથ ધરતા હર્બલ ટોનિકની ત્રણ બોટલો નીકળી પડી હતી. મળેલ બોટલો અંગે દુકાનચાલક પાસે આધાર પુરાવા માંગતા તે રજૂ કરી શક્યો ન હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.