શ્વાનનો વધ્યો ત્રાસ : 5 વર્ષીય માસૂમ બાળકીની થશે પ્લાસ્ટિક સર્જરી
ગોંડલ ખાતે આવેલ રૂપાવટી ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા એક શખ્સની 5 વર્ષીય માસૂમ બાળકીને બે શ્વને ભચકા ભરી લેતા તેની પલાસ્ટિક સર્જરી કરવા જેવી ગંભીર હાલત બની હોવાનું સામે આવી રહ્યું છે. બનાવ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આ માસૂમ બાળકી બપોરના સમયે ઘર પાસે જ નાસ્તો લેવા જઈ રહી હતી. તે દરમ્યાન પરત આવતી વેળાએ બે શ્વાન બાળકીની પાછળ દોડ્યા હતા અને મોઢા પર બચકા ભર્યા હતા. બાળકીની તેના દાદા બચાવવા જઈ રહ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં બે શ્વાને બાળકીને ગંભીર રીતે બચકા ભર્યા હતા જેથી બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ માસૂમ બાળકીને તાત્કાલિક ગોંડલની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં બાળકીને મોઢા પર ડ્રેસિંગ કરાયું હતું. ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ છે. માહિતી મળી રહી છે કે, શ્વાન દ્વારા એટલી ગંભીર હદે ઈજા પહોંચાડવામાં આવી છે કે તેને મોઢા પર પ્લાસ્ટિક સર્જરી કરવવાની સ્થિતિ ઊભી થઈ છે.