આદિપુર શહેરમાં એક મહિલાની છેડતી કરનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

 આદિપુર શહેરમાં એક મહિલાની છેડતી કરનાર શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આદિપુરના ડી.સી.પાંચ, પાંજોઘર નજીક બાવળની  ઝાળીમાં કુદરતી હાજતે  ગયેલ મહિલાની  અજાણ્યા શખ્સે છેડતી કરેલ હતી. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ગત તા. 24/12ના બપોરના  અરસામાં  આ બનાવ  બન્યો હતો.  એક શ્રમિક મહિલા બાવળની ઝાળીમાં કુદરતી હાજતે ગયા બાદ પરત આવતી વેળાએ અજાણ્યા  શખ્સે  પાછળથી  આવી તેમની આબરૂ લેવાની મંશાથી છેડતી કરી હતી.   આ મામલે પોલીસે આરોપી શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.