માંડવી ખાતે આવેલ કોજાચોરામાં 50 વર્ષીય આધેડ મહિલાએ બીમારીથી કંટાળી એસિડ ગટગટાવી લીધું

copy image

copy image

 માંડવી ખાતે આવેલ કોજાચોરામાં 50 વર્ષીય આધેડ મહિલાએ બીમારીથી કંટાળી એસિડ ગટગટાવી જઈ મોતને વ્હાલું કરી લીધું હતું. આ બનાવ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર  શ્વાસ-દમની લાંબી બીમારીથી કંટાળી એસિડ  પી લેતાં  તેમનું મૃત્યુ થયું હતું. કોજાચોરામાં રહેતા 50 વર્ષીય આ મહિલા છેલ્લા બાવીસ વર્ષથી શ્વાસ તથા દમની બીમારીથી પીડિત હતા. જેના પરીણામે  બીમારીથી કંટાડી ગત દિવસે સવારના અરસામાં  પોતાના ઘરે એસિડ પી લઇને મોતને ભેટો કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.