નવા વર્ષના દિવસે પોલીસે ખાસ ઝુંબેશ હાથ ધરી નશેડીઓને ઝડપ્યા

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ગત રાત્રે પોલીસે અનેક નશેડીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. આ મામલે મળેલ માહિતી અનુસાર ગત રાત્રે પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં 54 નશેડીઓને ઝડપી પાડ્યા હતા.  માહિતી મળી રહી છે કે આ ખાસ ઝુંબેશ અંતર્ગત ભચાઉમાં જાહેરમાં મહેફિલ માણતા ચાર શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા. વીતી ગયેલ વર્ષને ગૂડ બાય  કરવા  લોકોએ હોટેલ, રેસ્ટોરેન્ટ, પોતાના ઘરના  ધાબા, શેરીઓમાં  જુદા  જુદા  કાર્યક્રમોનું આયોજન કરેલ હતું. સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, અનેક શખ્સોએ નશાની બેહોશીમાં નવાં વર્ષનું સ્વાગત કર્યું હતું. આવા શખ્સોને પકડી કાર્યવાહી કરવા પોલીસ દ્વારા જુદા જુદા સ્થળો પર પોઇન્ટ રાખી તથા પેટ્રોલિંગ  કરીને  દ્વિચક્રીય  તથા કારચાલકોની તપાસ, હોટેલ, ધાબાની તલાશી લેવામાં આવી  હતી.  મળેલ માહિતી અનુસાર પૂર્વ કચ્છમાં નશો  કરીને વાહન ચલાવતા 29 શખ્સ ઝડપાયા છે.  207ના 24 તથા  એન.સી.ના  102 કેસ નોંધાયા હતા અને આવા  વાહનચાલકો પાસેથી રૂા. 43,200નો  દંડ વસૂલાયો હતો. આ કાર્યવાહી દરમ્યાન 1523 વાહનની ચેકિંગ ઉપરાંત દેશી દારૂના  35 કેસ કરી 38  આરોપીને પકડવામાં આવેલ હતા. આ મામલે આગળની વધુકાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.