રશિયા પર થયેલ હુમલા 21ના મોત
સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે હાલમાં ચાલી રહેલા યુદ્ધમાં રશિયામાં યુક્રેન દ્વારા કરવામાં આવેલા હુમલામાં 21 લોકોનાં મોત નિપજ્યાં હતાં, જ્યારે 111 લોકો ગંભીર રીતે ઘાયલ બન્યા હતા. વધુમાં સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, રશિયા દ્વારા દાવો કરવામાં આવેલ છે કે, યુક્રેને આ હુમલો ક્લસ્ટર બોમ્બથી કરેલ હતો. મૃતક લોકોમાં ત્રણ બાળકો હોવાનું પણ જણાઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ અલ જઝીરા અનુસાર 2022માં શરૂ થયેલા રશિયા-યુક્રેન યુદ્ધ બાદ, રશિયાએ ગત શુક્રવારના આ વિસ્તારો પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરાયો હતો, જેમાં 41 યુક્રેનિયન માર્યા ગયા હતા.