અંજારના ઝરૂ નજીક સર્જાયેલ અકસ્માતમાં ઇજાગ્રસત ગંભીર હાલતમાં

copy image

અંજાર ખાતે આવેલ ઝરૂમાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જે અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, અંજાર ખાતે આવેલ ઝરૂના સતનામનગર ટાવર નજીક રહેતા ફરિયાદીના જણાવ્યા અનુસાર, આ બનાવ ગત તા.31/12 ના રાત્રે 8 વાગ્યાના અરસામાં બન્યો હતો. તે સમયે ફરિયાદીના ભાઈ ઝરૂના જુના ફાટક નજીકથી પસાર થઇ રહ્યા હતા તે દરમ્યાન પૂરપાટ જઇ રહેલા ટ્રક ચાલકે અડફેટે લેતાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતાં જ તેમને અંજાર સરકારી હોસ્પિટલ લઇ જવાયા બાદ વધુ સારવાર માટે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવેલ હતા.જણાઈ રહ્યું છે કે, ઇજાગ્રસ્ત વ્યક્તિની હાલત ગંભીર છે. આ મામલે ટ્રકના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.