“જખૌ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોપરના વાયર ચોરીનો વણશોધાયેલ ગુનો શોધી કાઢી આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”


પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથાલીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ હાલમાં મિલ્કત સબંધી વણશોધાયેલ ચોરીઓના ગુનાઓ શોધી કાઢવા માટે સુચના આપેલ.
જે અનુસંધાને આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ તથા પો.સબ ઇન્સ.શ્રી ટી.બી. રબારી સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓને જીલ્લામાં વણશોધાયેલ મિલ્કત સબંધી ચોરીઓના ગુનાઓ શોધવા માટે સૂચના આપેલ હતી. જે સુચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઈ. બલભદ્રસિંહ રાણા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ જાડેજા, શક્તિસિંહ ગઢવી વિગેરે મીલ્કત સબંધી ગુનાઓ શોધવા પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન એ.એસ.આઈ. બલભદ્રસિંહ રાણાનાઓને બાતમી હકીકત મળેલ કે, સમીર કુંભાર રહે.ભુજ વાળો જે જખૌ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બુડીયા સીમ વિસ્તારમાં થયેલ પવનચક્કીની કેબલ ચોરીમાં સંડોવાયેલ છે અને હાલે તે અમનનગર ત્રણ રસ્તા પાસે હાજર છે જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા સમીર ઇબ્રાહીમ કુંભાર ઉ.વ. ૨૩ રહે. દાદુપીર રોડ ભીડગેટ બહાર, ભુજ વાળો મળી આવતા મજકુર ઇસમની યુકતી પ્રયુકતીથી પુછપરછ કરતા તેને બુડીયા સીમ વિસ્તારમાં થયેલ પવનચક્કીની કેબલ ચોરી અંગે કબુલાત આપેલ અને ચોરી કરેલ વાયરો બાડીયારા ગામમાં આવેલ સુલેમાન સંધારના કબ્જાની વાડીમાં સંતાડેલ હોવાની હકીકત જણાવેલ જેથી જણાવેલ સ્થળે તપાસ કરતા મળી આવેલ મુદ્દામાલ સી.આર.પી.સી.ક.૧૦૨ મુજબ કબ્જે કરેલ તેમજ મજકુર ઇસમને સી.આર.પી.સી.ક.૪૧(૧)(ડી) મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.
- મળી આવેલ મુદામાલ
- કોપરના વાયર ૯૦ કી.ગ્રા. કિ.રૂા.૪૫૦૦૦/-
- પકડાયેલ આરોપી
- સમીર ઇબ્રાહીમ કુંભાર ઉ.વ. ૨૩ રહે. દાદુપીર રોડ ભીડગેટ બહાર, ભુજ
- પકડવાના બાકી આરોપી
સુલેમાન ઇસ્માઇલ સંઘાર તથા અન્ય એક ઇસમ
- વણશોધાયેલ ગુનો શોધી કાઢેલ
- જખી પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૦૦૭૮/૨૦૨૩, ઇ.પી.કો. કલમ ૩૭૯,૪૬૧૨૪૭ મુજબ