ભાવનગરમાં બે વર્ષ અગાઉ યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના ચકચારી પ્રકરણમાં આરોપી શખ્સને આજીવન કેદની સજા
copy image

સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, બે વર્ષ અગાઉ આચરવામાં આવેલ દુષ્કર્મના પ્રકરણમાં આરોપી શખ્સને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ મામલે મળેલ માહતી અનુસાર ભાવનગર ખાતે આવેલ શિહોર ગામમાં પ્રેમી સાથે ફરવા ગયેલ યુવતીનું અપહરણ કરી યુવતી પર દુષ્કર્મ ગુજારનાર તેમજ પ્રેમીનો મોબાઈલ તથા રોકડ રૂપીયાની લુંટ કરનાર આરોપી વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી યુવતી તથા પ્રેમી સાથે વચ્ચે પ્રેમ સંબંધ હોવાથી ફરિયાદી તથા તેણીના પ્રેમીના અને તેના મિત્ર શિહોર તળાવની પાળે ફરવા ગયેલ હતા તે દરમ્યાન આરોપી શખ્સે નંબર વગરના સાઈન બાઇક પર આવી આવે પોતે પોલીસ હોવાની ખોટી ઓળખ આપી તમે લોકો અહીં શું કરો છો? તેમ કહીને ભુંડા બોલી ગાળો આપી લાકડી વડે ફરિયાદીને માર મારી ફરિયાદીનું અપહરણ કરી લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યો હતો. ઉપરાંત ફરીયાદીના મોબાઈલ તથા રોકડ રૂપીયા 2000/- ની લુંટ કરી નાસી છૂટ્યો હતો. જેના વિરુદ્ધ બે વર્ષ અગાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. આ ચકચારી પ્રકરણમાં ભાવનગરની કોર્ટએ આરોપીને આજીવન કેદની સજા અને રોકડ રૂ/-50000/-નો દંડ ફટકાર્યો હતો.