વધુ એક શખ્સ બન્યો ઓનલાઈન ઠગાઈનો શિકાર
copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, વધુ વ્યક્તિ સાથે ક્રેડિટ કાર્ડના નામે ઓનલાઈન ઠગાઈનો શાઈકાર બન્યો છે. આ મામલે મળેલ માહિતી અનુસાર આ બનાવ અંગે રાજેશભાઈ રણજીભાઈ મીણા દ્વારા ગાંધીધામના એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત 27/11ના તેમને ફરિયાદીને અજાણ્યા નંબરથી ફોન આવ્યો અને કહ્યું કે આઈસીઆઈસીઆઈ બેંકથી બોલુ છુ, તમારા ક્રેડીટ કાર્ડમાં લીમીટ વધારવાની ઓફર ચાલી રહી છે, તેમ કહીને માહિતી માંગતા 11 જુદા જુદા ટ્રાન્ઝેક્શન મારફતે એક લાખ સેરવી લેવાયા હતા. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હતી.