વાહન લોન પેટે આપેલ ચેક પરત થતાં કિડાણાના  શખ્સને 1 વર્ષની કેદ

jail_bars

copy image

copy image

વાહન લોનના પ્રકરણમાં આરોપી શખ્સને 1 વર્ષની સજા ફટકારવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ગાંધીધામ ખાતે આવેલ કિડાણાના આરોપી શખ્સએ બેંકમાંથી વાહન લોન પર લીધેલ હતી. તે પેટે આપેલ ચેક અપુરતા નાણાથી પરત થયા હતા. જે મામલે આરોપી શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. જે મામલે કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપી શખ્સને એક વર્ષની કેદની સજા ઉપરાંત ચેકની રકમ 28,72,053 ફરિયાદીને બે માસની અંદર ચુકવી આપવા અને જો વળતર પેટેની રકમ ચૂકવવામાં ન આવે તો વધુ એક માસની સાદી કેદની સજા કરવાનો હુકમ જાહેર કર્યો હતો.